આંદોલનોમાં સહભાગિતા

“ સ્ત્રી સમાનતા અને નારીમુક્તિના ધ્યેય ને હાંસલ કરવાનો સંગઠિત પ્રયાસ એટલે નારી આંદોલન”.

સ્વાયત જૂથોની લડત અગાઉના તબક્કાથી લડતો થી અલગ હતી. કેમ કે તેની લડતો કોઈ રાજકીય પક્ષ નેતા કે પુરુષ સમાજસુધારકો પર આધારિત ન હતી. યુવાન શિક્ષિત સ્ત્રીઓએ શરૂ કરેલું આ સ્ત્રીઓનું પોતાનું આંદોલન હતું. ભૂતકાળમાં સ્ત્રીઓએ જોયું કે જ્યારે સંઘર્ષનો સમય હોય ત્યારે તેમને આગળ કરવામાં આવે અને જ્યારે પણ નિર્ણયો કરવાના હોય કે સંઘર્ષના પરિણામે મળેલા ફાયદાઓ વહેંચવાના હોય ત્યારે સ્ત્રીઓને પાછળ ધકેલી દેવામાં આવે છે.  તેથી આ વખતે તેમણે નક્કી કર્યું હતું કે સંવેદનશીલ પુરુષો આંદોલનમાં સંકળાય ખરા પણ આંદોલનના દિશા-દૌર સ્ત્રીઓ જ નક્કી કરે અને તેના નિર્ણયો સ્ત્રીઓ દ્વારા જ લેવામાં આવે. સરકાર, રાજકીય પક્ષો કે દાતા સંસ્થાઓએ નક્કી કરેલા મુદ્દાઓ પર નહીં ચાલે.

અલગ અલગ પ્રકારના સંગઠનો પોત પોતાની રીતે કામ કરે છે, લડત ચલાવે છે અને ક્યારેક રાષ્ટ્રીય રીતે મહત્વના મુદ્દા પર એકઠા થાય છે. તેમણે ઉઠાવેલા મુદ્દાઓ અને સંગઠનાત્મક માળખા પણ અલગ-અલગ છે.

સંગઠનોના પ્રકાર :

૧. આંદોલનાત્મક, પ્રચારાત્મક અને જનજાગૃતિનું કામ કરતી સ્ત્રીઓના નાના જુથો.

૨. હિંસા કે અન્યાયનો ભોગ બનેલી સ્ત્રીઓને કાનૂની, રહેવાની કે અન્ય સુવિધાઓ પૂરી પાડતા કેન્દ્રો કે આશ્રય ગૃહો.

૩. પોતાના વ્યવસાયમાં નારીવાદી વિકલ્પો ઉભા કરતા ડોક્ટરો, વકીલો, પત્રકારો વગેરે વ્યવસાયી લોકોના જૂથો.

૪. નારી અભ્યાસ, દસ્તાવેજી કરણ અને સંશોધન કરતા જૂથો.

૫. ટ્રેડ યુનિયન, ખેતમજૂરોના યુનિયન, આદિવાસી સંગઠનો, માનવ અધિકાર જૂથો જેવા જન આંદોલનો કે જેમાં સ્ત્રીઓ મોટી સંખ્યામાં હોય અને સ્ત્રીઓના સવાલો પણ ઉઠાવાતા હોય.

૬. વિકાસ કામો સાથે સંકળાયેલા, નારીવાદી વિચારધારા ધરાવતા બિન-સરકારી સ્વૈચ્છિક સંગઠનો (એનજીઓ).

૭. વ્યક્તિઓ કે સંગઠનોના મુદ્દા આધારિત મંચ (નેટવર્ક).

જો કે એવું નથી કે એક પ્રકારનું કામ કરતા સંગઠન બીજા પ્રકારનું કામ ન જ કરતા હોય. ઉપરાંત, મોટા ભાગના સંગઠનો વિવિધ તબક્કે લગભગ દરેક પ્રકારનું કામ કરતા હોય એવું જોવા પણ મળે છે.સ્વાયત નારી આંદોલનને ભારતના નારી આંદોલનનો એક જોમવંતો અને ગતિશીલ તબક્કો કહી શકાય. કારણ કે આ તબક્કામાં આંદોલનના હેતુઓ અને મુદ્દાઓ સ્પષ્ટ જ છે. ઉપરાંત આ મુદ્દાઓ અંગેની સૈદ્ધાંતિક સમજ વિકસાવવાના પ્રયત્નો પણ છે અને અંતે તે સમજમાંથી ઉભી થતી માંગોને હાંસલ કરવા માટે સ્ત્રીઓનો સામુહિક સંઘર્ષ (મોબીલાઈઝેશન) પણ નોંધપાત્ર છે.

સ્ત્રીઓનું,  સ્ત્રીઓ દ્વારા, સ્ત્રીઓ માટેનું સ્વાયત નારી આંદોલન. 1975 પછી શરૂ થયેલું આંદોલન 'સ્વાયત નારી આંદોલન' તરીકે ઓળખાય છે.જેમાં સ્ત્રીઓ પોતે જ પોતાના પ્રશ્નો માટેના આંદોલનની આગેવાની કરે અને પોતાના હિતમાં જ નિર્ણયો લે તેવું આંદોલન.

સમાજ પરિવર્તનશીલ છે, જેમ જેમ સમય,સંજોગો, અર્થતંત્ર, રાજકારણ, સમાજવ્યવસ્થા વગેરે બદલાય છે તેમ તેમ સ્ત્રી- પુરુષની જવાબદારી, ભૂમિકા અને અધિકારમાં ફેરફારો થતા રહ્યા છે. જો આપણને લાગતું હોય કે સ્ત્રી-પુરુષ વચ્ચે કામ, ગુણો અને અધિકારોની હાલની વહેંચણી અન્યાયી છે તો તેને સ્વીકારી લેવાની જરૂર નથી. સમાજનાં મૂલ્યો, માન્યતાઓ, રીતરિવાજો અને કાયદાઓ બદલાયા છે, હજુ પણ બદલી શકાય છે અને તેને બદલવામાં આપણી ભૂમિકા મહત્વની છે.

કાયદામાં સુધારા માટેની માંગ તો કરવાની, પણ એ સમજ સાથે કે કાયદો બદલાશે એટલે સમાનતા મળી જશે એવું નથી. તેની સાથે કુટુંબ, સમાજ અને સરકારના પિતૃસત્તાક માળખામાં ફેરફાર લાવવાનો સંઘર્ષ પણ કરવો પડશે. પિતૃસત્તાના માળખા અંગેની સમજ અને તેની સામે વિવિધ પ્રકારનો સંઘર્ષ એ નારી-આંદોલનની મહત્વની લાક્ષણિકતા છે. પણ સ્વાયત નારી સંગઠનોની એવી સમજ હતી કે જો આપણે સમાનતા માટે લડતા હોઈએ તો આપણા ધ્યેય અને વિચારસરણીનું પ્રતિબિંબ આપણા સંગઠનમાં પણ પડવું જોઈએ. તેથી સ્વાયત સંગઠનોમાં સામૂહિક નિર્ણય-પ્રક્રિયા અને સામૂહિક કાર્યપદ્ધતિ અપનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

સહિયર (સ્ત્રી સંગઠન) ૧૯૮૪થી  વડોદરા, ગુજરાત સ્થિત સ્વાયત્ત સંગઠન તરીકે કાર્યરત છે. સહિયરનું ધ્યેય એક એવા સમૂહની રચના કરવાનું છે જેમાં’ કોઈ પ્રકારના શોષણ, દમન, અન્યાય કે અત્યાચારને સ્થાન ન હોય તેમાં નારીને માનવી તરીકેનો સમાન દરજ્જો મળે’.

“નારી મુક્તિ વગર માનવમુકિત શક્ય નથી અને માનવમુકિત વગર નારી મુક્તિ અશક્ય છે”

આ સમજને લઈને ફક્ત વડોદરા પુરતું સીમિત ન રહેતા સમગ્ર ભારતમાં નારી આંદોલનનોમાં સહિયર સક્રિય રહી તેને વેગવંતુ બનાવવા અગત્યની ભૂમિકા ભજવેલી છે.

જેમાં સ્ત્રીઓના હક્ક અને અધિકાર માટે બળાત્કાર, કસ્ટોડિયલ રેપ, ફેન્ડિટી ટેસ્ટ, કૌટુંબિક હિંસા, દહેજ, કામ-જાતિની સતામણી, મહિલાઓને સ્પર્શતા કાયદા, કૌટુંબિક કાયદા વગેરે જેવા વિવિધ સ્વરૂપોમાં મહિલાઓ સામેની હિંસા. વડોદરા શહેર અને રાજ્ય કક્ષાએ સુધારા લાવવા અને પરિવર્તન લાવવા વર્ગ ઝુમ્બેશોનું આયોજન કરે છે. સમાજમાં ખોટી માન્યતાઓ. મહિલાલક્ષી કાયદા લોકો સુધી પહોંચે તે માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં, વિવિધ મુદ્દાઓ (કાયદાઓ) પર આધારિત પોસ્ટર બનાવીને અને તેનું પ્રદર્શન કરીને, ફિલ્મો બતાવીને, મેગેઝીનનું વિતરણ, સાઈન ઝુમ્બેશ, મહિલા/નારી જાગૃતિ ગીતો અને ગીતો દ્વારા શેરી ઝુમ્બેશ દ્વારા નાટક દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે.

જ્યારે મહિલાઓને સ્પર્શતા નિયમોમાં ફેરફાર થયો છે, ત્યારે જિલ્લાકક્ષાના કલેક્ટર અને રાજ્ય સરકારના મેયરની શું ભૂમિકા છે, શક્ય હોય તો તેનું મોનિટરિંગ કરો, આવી બાબતોનો અનુરોધ કરાયો છે. તે પછી, જ્યારે આવા નિયમોમાં ફેરફાર કરવાની વાત આવે છે, તો પછી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે જે પણ મહિલા સંગઠનો, જે મહિલાઓના મુદ્દાઓ પર કામ કરે છે, તેમની સાથે બેઠકો કરે છે, ચર્ચા કરે છે અને જરૂરી સુધારાઓ કરે છે અને આ સંદેશ લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. કોમવાદ, જ્ઞાતિવાદ અને સીમાંત સમૂહોના માનવ અધિકારના ભંગના બનાવોમાં માનવ અધિકાર અધિકાર સંગઠનો સાથે મળીને કામ કરે છે. કુટુંબ, સમાજ તેમજ કામના સ્થળે હિંસા, અન્યાયનો સામનો કરતી સ્ત્રીઓની પડખે ઉભા રહી તેમને કાઉન્સેલિંગ, કાનૂની સલાહ અને સંવેદનાત્મક ટેકો પૂરો પાડે છે.

રાજ્યસભા, વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણી સમયે, લોકો તેમનો મત આપવા જાય છે અને જો ઉમેદવારોમાંથી કોઈ પણ યોગ્ય ન જણાય, તો તેઓ “NOTA” (ઉપરમાંથી કોઈ નહીં) બટનનો ઉપયોગ કરી શકે છે. આ રીતે મતદાર જાગૃતિ અભિયાનમાં જાગૃતિ લાવવાનું કામ, વિવિધ વિસ્તારોમાં પોસ્ટર પ્રદર્શન, મેગેઝીન વિતરણ, શેરી નાટક, ટેમ્પોમાં લાઉડ સ્પીકર દ્વારા વિવિધ જાગૃતિ અભિયાનો કરવામાં આવે છે. અન્ન સુરક્ષા અભિયાન અંતર્ગત વિસ્તારમાં લોકજાગૃતિ માટે મહિલાઓને તાલીમ આપી, તેમને મળવા પાત્ર રેશન, સરકાર ધ્વારા આપવામાં આવતી જાહેરાતને કેવી રીતે તેનો ટેકનીકલ કેવી રીતે ઉપયોગ કરી શકે તેની જાણકારી પાયાના લોકો સુધી માહિતી પહોચાડવાનું કામ કરવામાં આવે છે.

 

દેશ મે ગર ઔરતે અપમાનીત્ હે, નાશાદ હે…

દિલ પે રખકર હાથ કહીએ દેશ ક્યાં આઝાદ હે…..