૨૬ મી જાન્યુઆરી નિમિતે યોજાતો રમતોત્સવ

સહિયર (સ્ત્રી સંગઠન) દ્વારા ૨૬ જાન્યુઆરી પ્રજાસતાક દિનની ઉજવણીના ભાગરૂપે સહિયરના કાર્યક્ષેત્ર વિસ્તારની બહેનો સાથે દર વર્ષે રમતોત્સવ યોજવામાં આવે છે .

સ્ત્રીઓને હંમેશા હાંશિયામાં જ રાખવામાં આવી છે આ બહેનો રોજની ઘટમાળમાંથી બહાર નીકળી પોતાની જાતને સ્વતંત્ર અનુભવ કરે અને દરેક ઉંમરની સ્ત્રીઓ પુરુષોની ઈજારાશાહી ગણાતી ક્રિકેટ જેવી ઘણી બધી રમતો રમી શકે એવા મુખ્ય આશયથી આ રમતોત્સવ યોજવામાં આવે છે.

ભારત દેશ આઝાદ થયો અને પ્રજાના હાથમાં રાજ આવ્યું એટલે લોકશાહી આવી. આ લોકશાહીમાં દરેક વ્યક્તિનું મહત્વ છે. અને દરેક વ્યક્તિની અભિવ્યક્તિનું મહત્વ અને અધિકાર છે. આપણા બંધારણ અનુસાર પણ દરેક વ્યક્તિને અધિકાર મળ્યા છે.

સ્ત્રીઓનું આ લોકશાહીમાં આગવું સ્થાન છે, અધિકાર છે. પણ મોટાભાગે એ આપણી સમાજ વ્યવસ્થાની રચનામાં ભૂસાતા જાય છે,લુપ્ત થતાં જાય છે. એક બાળકી કિશોરી બને,યુવાન બને પછી એક સ્ત્રી બને અને લગ્ન જેવી વ્યવસ્થામાં ગોઠવતા- કુટુંબ/ઘર/બાળકની જવાબદારી તેના શીરે આવે છે.અને હવે બહારના શેત્રમાં કામ કરતી થઈ છે ત્યારે પોતાના નાનપણની રમતો રમેલી તે પણ વિસરતી જાય છે. આ દિવસોને યાદ કરતા અને આપણા દિવસોને આંનદથી પસાર કરે/સ્વતંત્રતાનો અનુભવ કરે, પુરુષોના પ્રભુત્વવાળી રમતો રમે અને સાચી આઝાદીનો મુક્તપણે અહેસાસ કરે છે.