જાગૃતિ ગરબા

દર વર્ષે સહિયર (સ્ત્રી-સંગઠન) ધ્વારા સહિયરના કાર્યક્ષેત્ર વિસ્તારના બહેનો અને યુવાઓ સાથે જાગૃતિ ગરબાનું આયોજન કરવામાં આવે છે. સહિયર (સ્ત્રી-સંગઠન) ના ગરબાની વિશેષતા એ છે કે, ગરબામાં જોડાનાર મોટા ભાગની બહેનો અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલી છે જેમ કે, બીજાના ઘરમાં વાસણ, કપડા, કચરા-પોતા કરતી બહેનો, શાકભાજી વેચતી બહેનો, વાડીકામ કરતી બહેનો છે, કામદાર બહેનો અને આસપાસના વિસ્તરની કિશોરીઓ તેમજ બાલ પ્રવૃત્તિમાં જોડાયેલ બલ્લ્કો જોડાઈ અને ઉત્સાહ ભેર ભાગ લેતા હોય છે.

જાગૃતિ ગરબા કરવાનો મુખ્ય ઉદેશ્ય એ છે કે ગરબોએ ગુજરાતની આગવી સંસ્કૃતિ છે. દર વર્ષે જાગૃતિ ગરબામાં દરેક ધર્મના બહેનો અને બાળકો જોડાય અને પોતાની આશા, આકાંશા, સ્પંદનો અને શમણાઓને વાચા આપી પરંપરાગત નૃત્યોનો આનંદ ઉઠાવ્યો છે. જાગૃતિ ગરબાના શબ્દો સમાજને સંદેશો આપવાનો એક કલાત્મક અભિગમ છે. સ્ત્રીની સર્જનશીલતા, ધરતીમાતાની સર્જનશીલતા અને ફળધ્રુપતાનું પ્રતિક એટલે ગરબો. ગર્ભમાંથી અપભ્રશ જન્મેલ ગરબો. ગરબામાં ગોળ ગોળ ઘૂમતી નારીનો ઉત્સાહ વર્ણવા શબ્દો ન જડે. પોતાની દબાયેલી લાગણી અને માંગણીને ગરબામાંથી ઢાળી સ્ત્રી પોતાની ભાવના પ્રદશિત કરે છે. બધા જ ભાગ લઈ શકે માટે ગરબા વર્તુળાકાર રમાય છે. વર્તુળ બધાને સમાવી શકે. નાનું મોટું થઈ શકે. લોકગીતોના ઢાળ-સુર પણ એવા જે હૈયા સોંસરવા પણ હોય અને સહેલાયથી ગાઈ પણ શકાય તે હેતુથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબાની વિશેષતા એ હતી કે જાગૃતિ ગરબા.....સમાજને સંદેશો આપતા ગરબા સહિયરની સહિયરો ધ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ગરબા સીડીમાં ગવાયેલા ગરબા પ્રસ્તૃત કરી તેના તાલે બહેનો ગરબે ઘૂમે છે.

ગરબામાં કોઇપણ ધર્મના ભેદભાવ ભૂલીને બહેનો અને યુવાઓએ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લેતા હોય છે . જે બહેનો ક્યારેય નવરાત્રીમાં ગરબા રમવા નથી ગયા તેવા બહેનો સહિયરના જાગૃતિ ગરબામાં આવે છે અને ગરબે ઘૂમેં છે. આ છે સહિયરના ગરબાની આગવી વિશેષતા એટલે જ જાગૃતિ ગરબા.

 

“ સરખી સહિયર અમે સાથ સાથ ઘુમશું........... શેરીમાં સાદ કરી કહીશું રે લોલ”.............

“ કેવા કેવા બંધન મને બાંધ્યા રે સાહેલડી “...........................

“ સાયબા એકલી હું વૈતરું નહિ કરું રે લોલ” .............................