કોમ્યુટર ટેક સેન્ટર
સહિયર (સ્ત્રી સંગઠન)’ દ્વારા કોમ્પ્યુટર ટેક સેન્ટરની શરૂઆત કરવામાં આવી જેમાં કિશોરીઓને કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવે છે. તાલીમમાં બેઝીક કોર્સ શીખવાડવામાં આવે છે, જેમાં સૌ પ્રથમ ટાઈપીંગ ટ્યુટર શીખવવામાં આવે છે, જેના કારણે તેઓની ટાઈપીંગની ઝડપ વધે ત્યારબાદ નોટપેડ ,પેઈન્ટ, માઈક્રોસોફ્ટ વર્ડ, માઈક્રોસોફ્ટ એક્સેલ, ઈ-મેલ અને ઇનટરનેટ શીખવાડવામાં આવે છે. આ તાલીમમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં તથા ખાનગી શાળામાં અભ્યાસ કરતી કિશોરીઓ, સહિયરના કાર્યક્ષેત્ર વિસ્તારમાં રહેતી કિશોરીઓ, ડ્રોપઆઉટ કિશોરીઓ જોડાયેલી છે. આજના આધુનિક જમાનામાં ટેકનીકલ અને કમ્પુટર જ્ઞાન હોવું ખુબજ જરૂરી થઇ ગયું છે કારણકે કોવીડ ૧૯ પછી તો ઘણું બધું કામ અને ભણવાનું ઓનલાઈન જ હતું અને હવે તો ટેકનોલોજીનો ઉપયોગ રોજબરોજની જીંદગી વધતો જ જાય છે તો કિશોરીઓ પણ આ ટેકનોલોજીના પ્રવાહમાં સાથે ચાલે એવો આ તાલીમનો મુખ્ય હેતુ છે.
ઉપરાંત દર અઠવાડિયે એક દિવસ સામાજીક મુદ્દાઓ વિષે ચર્ચા કરવામાં આવે છે. જેમાં સામાજીકરણ, બળાત્કાર, જેન્ડર, છેડતી, માસિક વિશેની જાણકારી, સાચીમિત્રતા, પ્રેમ આકર્ષણ, જાતીય સતામણી, સાચી સુંદરતા, છેતરપીંડીથી કરેલા લગ્ન, બાળવિવાહ, બાળયૌન શોષણ, પર્યાવરણ, અન્નસુરક્ષા, કારકિર્દી માર્ગદર્શન વગેરે મુદ્દા પર ફિલ્મ, પોસ્ટર, ગીત, ફ્લીપ ચાર્ટ , કેસ સ્ટડી દ્વારા ચર્ચા વિચારણા કરીએ છીએ.
તાલીમના અંતે આ કિશોરીઓને પ્રમાણપત્ર આપી તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવે છે.