૮  માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન

આપણો ઈતિહાસ-આપણા સંઘર્ષ અને આપણો દિવસ

 

રુકે ન જો, ઝુકે ન જો, દબે ન જો, મીટે ન જો.........

હમ વો નારીવાદી હે, ઝુલ્મ કે વિરોધી હે..

હર શહીદ, હર ગરીબ કી હમ હિ તો સાથી હે.

 

પ્રત્યેક ૮ માર્ચ એ જે તે વર્ષનો એક છુટો છવાયો દિવસ નથી. પરંતુ વર્ષભર ચાલેલી નાની નાની લડતોને તીવ્ર બનાવવા માટે અને પ્રકાશમાં લાવવા માટેનો એક પ્રતીકાત્મક દિવસ છે. તે જ રીતે આ દિવસ વિશ્વના અને ભારતના નારી અંદોલનોના ઇતિહાસમાં ઉમેરતું નવું સોપના પણ છે. તે દિવસે આપણે જે કાઈ કરીએ છીએ તે વિશ્વના અને ભારતના નારી આંદોલનનો ભાગ બની જાય છે. વિશ્વના નારીઆંદોલનોની જેમ જ ભારતના નારી આંદોલનમાં પણ ૧૯૭૫ થી ૨૦૨૩ નાં સમય દરમ્યાન દહેજ, ઘરેલું હિંસા, બળાત્કાર, મારપીટ કે ગર્ભપરીક્ષણ, મહિલાઓ સાથે કામના સ્થળે થતી જાતીય સતામણી જેવા સવાલો જ સ્ત્રીઓના સવાલો છે, એવી રૂઢીગત માન્યતાને પડકારતા આંદોલનો દેશના અલગ અલગ ભાગોમાં થયા. દુનિયાની અને દેશની અડધી વસ્તી સ્ત્રીઓની છે. માનવજાતના અડધા હિસ્સાને, આમ જનતાને સ્પર્શતા પ્રત્યેક સવાલો સ્પર્શે છે અને એ સવાલો પ્રત્યે અમારો સ્ત્રીઓનો ખાસ દ્રષ્ટિકોણ છે એ દર્શાવતા આંદોલનો સ્ત્રીઓએ કર્યા.

દેશની સ્ત્રીઓએ કરેલ અનેક સંઘર્ષોની યાદમાં આજે દુનિયાભરમાં મહિલાદિનની ઉજવણી થાય છે.૧૯૧૦ થી શરૂ  થયેલ શ્રમજીવી સ્ત્રીઓના અધિકાર ,ન્યાય ,શાંતિ ,સમાનતા અને મતાધિકાર માટેની લડત ને આશરે ૧૧૩ વર્ષ થયા છે. આ દિવસ સ્ત્રીઓની સામૂહિક તાકાત અને દુનિયાના પ્રતયેક દેશના સમાજ પરિવર્તનમાં સ્ત્રીઓએ આપેલ સહ્ભાગના ઈતિહાસના પ્રતિક જેવો છે. છેલ્લા થોડા સમય થી ભારત અને ગુજરાતમાં પણ આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી ઘણી જાણીતી બની છે . ૧૯૭૫ પહેલા ભારતમાં કોઈ છુટા છવાયા જૂથ કે પક્ષ ૮ માર્ચ ઉજવાતા હતા, પરંતુ ૧૯૭૫ થી ૧૯૮૫ ના વર્ષો દરમ્યાન દેશભરમાં અનેક સ્વાયત્ત સ્ત્રી સંગઠનોનો ઉદભવ થયો. સ્ત્રીઓ માટે, સ્ત્રીઓ દ્વારા ચાલતા આ નવી તરાહના સ્વાયત્ત સંગઠનોએ આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી ,સ્ત્રીઓ માટેના માંગણીદિન , સંઘર્ષના કામની પરિસ્થિતિ સુધારવા સ્ત્રી કામદારોએ વર્ષો સુધી કરેલ લડાયક સંઘર્ષોથી માંડીને દુનિયાના તમામ દિવસ અને ઉત્સવના દિવસ તરીકે કરવા માંડી.

મહત્વની વાત એ છે કે આ ઈતિહાસ ધડનાર સ્ત્રીઓ કોઈ સામ્રાજ્યની મહારાણીઓ કે સાધન સપન્ન સ્ત્રીઓ નથી પણ આપણામાંની, આપણા જેવી અને આપણી આસપાસ રહેતી, પોતાનું અને પોતાના બાળકનું જીવન ટકાવી રાખવા મથતી , ન્યાયી સમાજ માટે સંઘર્ષ કરતી સામાન્ય સ્ત્રીઓ છે. આમ આ ઈતિહાસ સામાન્ય સ્ત્રીઓ એ જ ઘડેલો છે, જે આપણે ભવિષ્યમાં સ્ત્રીઓના અને સમગ્ર માનવજાતના જીવનને વધુ બેહતર બનાવવા માટેનો સંઘર્ષ ચાલુ રાખવાની પ્રેરણા અને બળ પુરા પાડે છે. આજે દુનિયાભરમાં સ્વાયત્ત અને લડાયક સ્ત્રી સંગઠનોની સાથે સાથે કેટલાક કામદાર યુનિયનો ,અન્ય આમ સંગઠનો અને સરકારી – અર્ધ સરકારી સંસ્થાઓ પણ મહિલાદિન ઉજવતી થઇ છે. છતાં મહિલાદિનના વારસાને આજે પણ ખુબ ઓછા લોકો જાણે છે. દુખ સાથે કેહવું પડે છે કે આજે આંતરરાષ્ટ્રીય મહિલાદિનને સૌન્દર્ય – પ્રસાધનો વેચતી કંપનીઓ અને અન્ય વ્યાપાર ઉદ્યોગોએ પોતાનો માલ વેચવાનું સાધન બનાવી દીધો છે અને કેટલાક લોકો આ દિવસે સ્ત્રીને દેવી, માતા પત્નીકે પુત્રી તરીકે સન્માનવાના કાર્યક્રમો કરે છે. ખરેખર આ દિવસ સ્ત્રીના માનવી તરીકેના, શ્રમજીવી તરીકેના ,વ્યક્તિ અને નાગરિક તરીકેના હક્કો માટેના સંઘર્ષનું પ્રતિક છે. આ દિવસ સમાનતામાં માનતા દરેક માટે એક અનેરો અવસર છે. દુનિયાના અનેક  દેશોમાં આપણી આગલી પેઢીની સ્ત્રીઓ અને સંવેદનશીલ પુરુષોએ જે ઐતિહાસિક સંઘર્ષ કર્યા છે તેના પરિણામે આપણી આજની પેઢીની સ્ત્રીઓની જિંદગી વધુ સારી બની છે. આજનો સમાજ વધુ બહેતર બન્યો છે. મહિલાદિનની ઉજવણી  માટે  સહિયર (સ્ત્રી સંગઠન) દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન  કરવામાં આવેલ છે.

કાર્યક્રમો:-

  • ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલાદિનના ઇતિહાસની વાત
  • જાગૃતિ ગીત અને ગરબા, શેરી નાટકો
  • ફિલ્મ શો અને તેના પર ચર્ચા
  • માનવ સાંકળ
  • અલગ અલગ વિસ્તાર, સંસ્થા, શાળા-કોલેજોમાં જઇ આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંગે, તેના ઇતિહાસની વાત અને ચર્ચા
  • રેલીનું આયોજન
  • ૨૦૦૯ નાં વર્ષમાં ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલાદિનના ૧૦૦ વર્ષની ઉજવણી “હિંસાને ના પાડો” No to Violence ….. નાં નારા “દીકરીઓની ઘટતી જતી સંખ્યા, ઘરેલું હિંસા, બળાત્કાર જેવી સ્ત્રીઓ પરની હિંસા સામે વડોદરાના જાગૃત નાગરિકોનો બુલંદ અવાજ રજુ કરનાર ૧૦૦ મીટર કરતા પણ લાંબા બેનરમાં વડોદરાની અનેક સંસ્થાઓ, સંગઠનો, જાણીતી શાળાઓ, તેમજ ડીપાર્ટમેન્ટના  વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, શાળાના શિક્ષકો વગેરે ઉત્સાહપૂર્વક ભાગ લઇ વિવિધ બેનરો બનાવી લાંબી માનવ સાંકળ યોજયેલ હતી.    
  • દર વર્ષે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સાથે નિબંધ લેખન અને જૂથચર્ચાનું આયોજન તેમજ સર્ટીફીકેટ અને ઇનામ વિતરણ.

 

૮ માર્ચનો એક જ નારો વર્ષનો પ્રત્યેક દિવસ અમારો........

 

તોડી તોડીને બંધનોને બહેનો આજે આવે છે...

આવે છે ધૂમ મચાવે છે, એ તો મહિલા દિવસ મનાવે છે.

 

 નિબંધ લેખન અને જૂથ ચર્ચા

( ધોરણ ૯ થી ૧૨ માટે)

સહિયર ( સ્ત્રી સંગઠન) ૧૯૮૪ થી વડોદરા શહેરમાં કાર્યરત છે. દહેજ, બળાત્કાર, છેડતી, જાહેરાતમાં સ્ત્રીઓને સ્પર્શતા સવાલો ઉપરાંત સ્ત્રીઓની સમસ્યા,કોમવાદ, જ્ઞાતિવાદ અને લોકશાહી અધીકારોના સવાલો પર સંગઠને આજ સુધી સક્રિય કામ કર્યું છે. આં સમાજનું ધ્યેય એવા સમાજની રચના કરવાનું છે કે જેમાં કોઈ પણ પ્રકારના શોષણ, અત્યાચાર, અસમાનતા, અન્યાય કે દમનનું સ્થાન ન હોય. તમામ મનુષ્યને સમાન દરજ્જો મળે. સહિયર( સ્ત્રી સંગઠન) એ  સ્ત્રીઓની સંસ્થા છે પરંતુ અનેક પુરુષોએ અમારી સાથે સહકાર થી કામ કર્યું છે.

૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે દર વર્ષેની નિબંધ લેખન તથા જૂથ ચર્ચાનું આયોજન કરવામાં આવે છે. વધુ સંખ્યામાં વિધાર્થી ભાઈ-બહેનો ભાગ લે તેવી અપેક્ષા હોય છે. વિષયોનો ખ્યાલ આપવા માટે તેમની સાથે થોડા મુદ્દાઓ પણ તેમને અગાઉથી રજુ કરવામાં આવે છે. પસંદ કરાયેલ નિબંધ લખનાર વિધાર્થીઓને જૂથ ચર્ચામાં ભાગ લેવા માટેનું આમંત્રણ આપવામાં આવે છે.

આ નિબંધ લેખનનો મુખ્ય હેતુ સમાજની ગંભીર અને સામાજિક સમસ્યાઓ પ્રત્યે યુવા પેઢીમાં વિચારશીલતા વધે તેવો છે. માત્ર ભાષાને નહિ પરંતુ વિચારોની મૌલીકતા અને સ્પષ્ટતાને વધુ મહત્વ આપવામાં આવે છે. લેખન સાથે જૂથ ચર્ચાનું પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ સહભાગી થાય છે તે દરેકને સહિયર (સ્ત્રી સંગઠન) ધ્વારા સર્ટી ફિકેટ આપવામાં આવે છે, અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા ઉમદા વાંચન સાહિત્ય આપવામાં આવે છે.

 નિબંધ લેખનના વિષયો નીચે મુજબ છે

  • સ્વર્ણિમ ગુજરાતમાં સ્ત્રીઓની સલામતી
  • ક્લાઈમેટ ચેન્જ પર્યાવરણ અને માનવજીવન પર અસરો
  • વધતી મોંઘવારી
  • શું ગુજરાતમાં સ્ત્રીઓ સલામત છે?
  • સલામતી ઘરમાં અને ઘરની બહાર
  • સ્ત્રીઓ પરની હિંસા વધે કે ઘટે છે
  • ગુજરાતની સરખામણી ગુજરાત સાથે કે અન્ય રાજ્ય સાથે
  • સલામતી માટે તમારા સૂચનો
  • ઉત્સવ ની ઉજવણી કહી ખુશી કહી ગમ
  • ઉત્સવોનું મહત્વ ઉજવણીની બદલાતી જતી રીતો
  • આર્થિક અને સામાજિક પરિબળો
  • ઉજવણીના વૈકલ્પિક સૂચનો
  • બાળકોમાં વધતી હિંસા જવાબદાર કોણ?
  • બાળપણમાં ઉદ્ભવતા પ્રશ્નો અને સમસ્યાઓ
  • ટીવી ફિલ્મ કોમ્પ્યુટર ઇન્ટરનેટ અખબાર જેવા માધ્યમોની બાળકો પર અસર
  • હિંસા મુક્ત સમાજ માટેના તમારા સૂચના
  • હિંસા મુક્ત કુટુંબ હિંસા મુકત સમાજનો પાયો છે.
  • હિંસા એટલે શું?
  • કુટુંબમાં કોના પર હિંસા થાય છે, શા માટે?
  • હિંસા નો ઉદ્ભવ અને તેના પ્રકારો
  • હિંસા થવા માટે જવાબદાર કોણ? હિંસાના કારણો
  • આપણી ભૂમિકા શું છે?
  • સરકારની ભૂમિકા શું છે?
  • હિંસાને રોકવાના ઉપાયો અને કાયદા
  • યોગદાન
  • આતંકવાદ એક સળગતો પ્રશ્ન
  • તમારા માટે આતંકવાદ એટલે શું?
  • આતંકવાદની સામાજિક માનસિક આર્થિક અને રાજકીય અસરો
  • આતંકવાદ અંગે ધાર્મિક માન્યતાઓ
  • આતંકવાદ અંગે સામાજિક વિચારધારા
  • આતંકવાદના કારણો આતંકવાદ અંગે વાદવિવાદ
  • શું આતંકવાદ એ અન્યાય સામે લડવાનો સાચો રસ્તો છે?
  • ધર્મ , જ્ઞાતિ, દેશ, પ્રદેશના નામે લાગણી ઓ ઉશ્કેરાવા થી આનો ઉકેલ આવી શકે ખરો!
  • શા માટે યુવાનો અને કિશોરો આ રસ્તો અપનાવી રહ્યા છે?
  • આતંકવાદને રોકવા અસરકારક કોણ - યુદ્ધ કે સમજપૂર્વકનો સંઘર્ષ અને તેના પરિણામો
  • શું આજનો સમાજ જાતીય શોષણથી મુક્ત છે ખરો?
  • જાતીય શોષણ એટલે શું?
  • શાળા, કોલેજ, હોસ્ટેલ, કુટુંબમાં, કામના સ્થળે સ્ત્રીઓની સલામતી કેટલી?
  • જાતીય શોષણ થવાના કારણો
  • જાતિય શોષણની માનસિક સામાજિક અસરો
  • જાતિય શોષણને રોકવાના ઉપાયો અને તે અંગેના કાયદા
  • પાણીની સમસ્યા બારેમાસ …
  • ઉનાળો પીવાના પાણીની સમસ્યા
  • ચોમાસું અડધું વડોદરા પાણીમાં ઘરકાવ
  • પાણીનું પ્રદૂષણ સ્વાસ્થ્યના પ્રશ્નો
  • ઉપાય શો?
  • દીકરીને જે માને બોજો , તે સમાજની પડતી થાય …
  • જન્મ, ઉછેર, અભ્યાસ , લગ્ન , વૃદ્ધાવસ્થા એમ જીવનના અલગ -  અલગ તબક્કે દીકરી સ્ત્રીઓ બોજો ગણાય છે તેના પરિણામ
  • સમાજને આ થી થતું નુકસાન
  • ધર્મ અને માનવતા
  • ધર્મ અને માનવતા પરસ્પર વિરોધી કે એકબીજાના પર્યાય?
  • શું તમામ ધાર્મિક લોકો માનવતા માટે જ કામ કરે છે?
  • શું જે લોકો ધર્મમાં નથી માનતા એ લોકો માનવતાના દુશ્મન છે?
  • ધર્મ કે માનવતા વિશે મારું વ્યક્તિગત મંતવ્ય
  • હિંસા મૂકત કુટુંબ હિંસામુક્ત સમાજનો ફાળો છે.
  • કૌટુંબિક હિંસાના પ્રકારો
  • હિંસા થવાના કારણો
  • હિંસાની માનવ જીવન પર અસરો
  • હિંસા મુક્ત સમાજ માટેના તમારા સૂચનો
  • સ્વસ્થ સમાજ જાતીય શોષણથી મુક્ત સમાજ
  • જાતીય શોષણ એટલે શું?
  • સ્ત્રીઓ તેમજ બાળકોમાં જાતિય શોષણ થવાના કારણો અને તેની અસરો
  • જાતિય શોષણ રોકવાના ઉપાયો અને તે અંગેના કાયદા
  • જાતીય શોષણ રોકવામાં મારું યોગદાન
  • મારો કિંમતી વોટ કોને ?
  • પક્ષ મહત્ત્વનો છે કે ઉમેદવાર?
  • નોટા એટલે શું? એના ફાયદા શું?
  • જ્યારે આ પદ્ધતિ અમલમાં આવશે ત્યારે કેવા પરિણામ આવશે? તેની તમારી કલ્પના
  • લોકશાહી પદ્ધતિમાં લોકોનો આવો અવાજ રજૂ કરે તેવું તંત્ર કેવી રીતે બનાવી શકાય?
  • ઘરેલુ હિંસા રોકવામાં મારું યોગદાન
  • હિંસા કોને કહેવાય?
  • હિંસા ના કારણો
  • હિંસા રોકવાના ઉપાયો
  • કાયદાની ઉપયોગીતા
  • મારા વ્યક્તિગત પ્રયત્ન
  • અવાજનું પ્રદૂષણ - સામાજિક દુષણ
  • અવાજનું પ્રદુષણ થવાના કારણો
  • વૈજ્ઞાનિક માહિતી
  • પ્રદૂષણની અસરો
  • પ્રદૂષણ રોકવાના ઉપાયો
  • ઝૂંપડા વિસ્તારો શહેરના વિકાસમાં અડચણરૂપ કે મદદરૂપ?
  • ઝુંપડા વિસ્તારનું અસ્તિત્વ કયા કારણોસર છે?
  • આ વિસ્તારમાં લોકોનું શહેરના કાર્યોમાં યોગદાન
  • ઝૂંપડા હટાવો ઝુંબેશ વિશે તમારું મંતવ્ય
  • કાયદાની ભૂમિકા
  • હિંસા મૂકત સમાજ આપણો અધિકાર
  • હિંસા એટલે શું ?
  • સૌથી વધુ હિંસા કોની પર થાય છે?
  • સ્ત્રી પર થતી હિંસા ના સ્વરૂપો
  • બળાત્કાર કેમ થાય છે?
  • હિંસા મુક્ત સમાજની મારી કલ્પના
  • દુનિયામાં સો કરોડ સ્ત્રીઓ પર હિંસા થાય છે તેના સામે દુનિયાભરમાં સો કરોડ લોકો 14 ફેબ્રુઆરી 2013 ના રોજ વિરોધ વ્યક્ત કરશે
  • ચળવળ વિશે જાણો છો? તમે તેમાં ભાગ લેવા માંગો છો કેવી રીતે?
  • ચૂંટાયેલા નેતા માટે નીતિ-નિયમો હોવા જોઈએ?
  • ચૂંટાયેલા નેતાઓ મોટા પગાર ભથ્થા મેળવે છે , તેથી કોઈ પણ કામના સ્થળે કામદાર હોય છે તેમ તેમના માટે પણ શરતો એટલે “નીતિનિયમ” હોવા જરૂરી છે?
  • જો નિયમ ન પાડે  તો તેમની સામે પગલાં ભરવા જરૂરી છે?
  • ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે કેવા નીતિ નિયમો હોવા જોઈએ?
  • સમાજનું શિક્ષણ કેટલું યોગ્ય?
  • હાલની શિક્ષણ પ્રથાના મૂળ
  • સ્પર્ધાત્મક અભિગમ કેટલો યોગ્ય?
  • ટ્યુશન પ્રથા
  • માનવીય મૂલ્યોનું સ્થાન
  • બદલાવ માટેના તમારા સુઝાવો