ડો તૃપ્તિ શાહ વ્યાખ્યાન શ્રેણી (૨૦૧૭ થી ૨૦૨૨)

ડો. તૃપ્તિ શાહ સહિયરના સ્થાપક સભ્ય તા.૨૬ મે ૨૦૧૬ ગુરુવારના રોજ દેહાવસાન પામ્યા.  ભલે સદેહે તેઓ આપણી વચ્ચે નથી પણ વિચારરૂપે હમેશા આપણી સાથે છે. ઘણા સમયથી દેશમાં શોષણ, અન્યાય અને હિંસાનો ભોગ બનનાર માટે હમેશા ઉઠતો બુલંદ અવાજ ખોવાતો જાય છે. તેઓ આવા અવાજોને બહાર લાવવા હમેશા પ્રયત્નશીલ રહેતા. તેમની સ્મૃતિમાં દર વર્ષે વ્યાખ્યાન શ્રેણીનું આયોજન વર્ષ ૨૦૧૭થી શરુ કરવામાં આવ્યું.

  • વર્ષ ૨૦૧૭ પ્રથમ શ્રેણીમાં સમકાલીન નિસ્બત; ભારતમાં નારીવાદી અને પર્યાવરણીય આંદોલનો પર બકુલા ઘાસવાલા , હસીના ખાન, દિલ્હી સ્થિત રાગ સમૂહની શ્રીષ્ટિ અને શાંભવી, શ્રીપાદ ધર્માધિકારી, લારા જેસાણી અને સીમા કેતલકર દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા.

  • વર્ષ ૨૦૧૮ દ્વિતીય શ્રેણીમાં સમકાલીન નિસ્બત; ભારતમાં નારીવાદી આંદોલનો અને નારીવાદી ચળવળની સમકાલીન ચિંતાઓ વિષયના અનુસંધાનમાં શ્રી કમલા ભસીન દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. દિલ્હીના “રાગ” ગ્રુપ દ્વારા ગીત રજુ કરવામાં આવ્યા હતા.

  • વર્ષ ૨૦૨૧ પંચમ શ્રેણીમાં ડૉ તૃપ્તિ શાહ લિખિત “નારી આંદોલનનો ઈતિહાસ ભાગ:૧” માંથી બ્રામ્હણવાદી વર્ચસ્વ સામે બૌદ્ધ ધર્મ અને ભક્તિ ચળવળ પર સહિયર સમૂહ દ્વારા વાંચન અને ચર્ચા.

  • વર્ષ ૨-૦૨૨ છઠ્ઠી શ્રેણીના ભાગરૂપે "કેલેન્ડર ૨૧મી સદીમાં, આપણે ૧૮મી સદીમાં?" શીર્ષક હેઠળ  પર્યાવરણ સુરક્ષા સમિતિના જાણીતા કર્મશીલ શ્રી સ્વાતી દેસાઈ આ વિષય પર આપણી સાથે વિચાર વિમર્શ કર્યું હતું.